મલેશિયામાં વિશ્વની બીજી સૌથી ઊંચી ઇમારત બની.

  • 'Merdeka 118' નામની આ ઇમારત મલેશિયાની રાજધાની કુઆલાલુમ્પુરમાં બની છે. 
  • આ ઇમારતની ઊંચાઇ 678.9 મીટર છે. 
  • મલય ભાષામાં મેરેડેકાનો મતલબ આઝાદી થાય છે. 
  • આ ઇમારત વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્ઝ ખલિફાથી 149 મીટર જ નાની છે જેમાં કુલ 118 માળ તેમજ 5 માળ ભોંયરાનો સમાવેશ થાય છે! 
  • આ ઇમારતની ડિઝાઇનને મલેશિયાના પ્રથમ પ્રધાનમંત્રી તુંકુ અબ્દુલ રહેમાન જેવો ઘાટ આપવાનો પ્રયત્ન કરાયો છે જેઓએ આઝાદી (મેરેડેકા) માટે અવાજ બુલંદ કર્યો હતો.
  • વિશ્વની સૌથી ઊંચી પાંચ ઇમારતોમાં બુર્ઝ ખલિફા (યુએઇ), મેરેડેકા 118 (મલેશિયા), શાંઘાઇ ટાવર (ચીન), અબરાજ અલ બૈત ક્લોક ટાવર (સાઉદી અરેબિયા) અને પિંગ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સેન્ટર (ચીન) નો સમાવેશ થાય છે. 
  • ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઊંચી ટોપ 80 ઇમારતોમાં એકપણ ઇમારત ભારતમાં નથી.
Warisan Merdeka Tower

Post a Comment

Previous Post Next Post