નાગાલેન્ડ વિધાનસભામાં નાગાલેન્ડમાંથી AFSPA હટાવવા માટે પ્રસ્તાવ પસાર કરાયો.

  • નાગાલેન્ડમાં તાજેતરમાં જ સેના દ્વારા ભૂલથી નાગરિકોની હત્યા બાદ AFSPA કાયદો હટાવવા માટે મોટા પાયે આંદોલન અને પ્રદર્શન ચાલી રહ્યા છે. 
  • નાગાલેન્ડ વિધાનસભામાં પણ આ કાયદાને હટાવવા માટે પ્રસ્તાવ પસાર કરાયો છે. 
  • આ પ્રસ્તાવ નાગાલેન્ડ વિધાનસભામાં બોલાવાયેલ 1 દિવસીય વિશેષ સત્રમાં મુખ્યમંત્રી નેફિયુ રિયો દ્વારા રખાયો હતો જેને ધ્વનિમતથી પસાર કરાયો છે. 
  • ઉલ્લેખનીય છે કે AFPSA (Armed Forces Special Powers Act) કાયદો 1958માં લવાયો હતો જેનો ઉદેશ્ય દેશના કોઇ ક્ષેત્રમાં સેનાને વિશેષ અધિકાર આપવાનો છે. 
  • હાલ આ કાયદો આસામ, નાગાલેન્ડ, મણિપુર (ઇમ્ફાલ મ્યુનિસિપલ કાઉન્સિલ વિસ્તાર સિવાય) અને અરુણાચલ પ્રદેશના 3 જિલ્લાઓ (ચાંગ્લેન્ડ, લોંગડિંગ અને તિરાપ)માં લાગૂ છે.
Nagaland Assembly

Post a Comment

Previous Post Next Post