સંસદની સ્થાયી સમિતિ દ્વારા પાઠ્યપુસ્તકોમાં ફેરફાર માટેનો રિપોર્ટ રજૂ કરાયો.

  • આ સમિતિ સાંસદ ડૉ. વિનય સહસ્ત્રબુદ્ધેની અધ્યક્ષતામાં બનાવાઇ હતી જેમાં કુલ 31 સભ્યો છે. 
  • આ સમિતિ દ્વારા પ્રસિદ્ધ રિપોર્ટમાં શાળાના પાઠ્યપુસ્તકોમાં ચારેય વેદ, ગીતા તેમજ બૌદ્ધ ધર્મનું વિવરણ સામેલ કરવાની ભલામણ કરવામાં આવી છે. 
  • રિપોર્ટમાં જણાવાયું છે કે તમામ દેશોમાં ધાર્મિક અભ્યાસ માટે સમર્પિત યુનિવર્સિટીઓ છે તેવી રીતે ભારતમાં પણ આ પ્રકારની યુનિવર્સિટી બનાવવી જોઇએ. 
  • આ સિવાય NCERT અને SERT ના પુસ્તકોમાંને હિન્દી અને અંગ્રેજી સિવાય બંધારણની આઠમી સૂચિમાં સામેલ તમામ ભાષાઓમાં પ્રકાશિત કરવાની ભલામણ કરવામાં આવી છે. 
  • રિપોર્ટમાં ઇતિહાસના પુસ્તકોને અપડેટ કરી તેમાં મહિલાઓને સ્થાન આપવા તેમજ અમુક હસ્તીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓને ગુનેગાર તરીકે દર્શાવ્યા છે તેના પર યોગ્ય ખુલાસા કરવાની જરુર છે. 
  • સમિતિ દ્વારા પ્રસ્તુત રિપોર્ટમાં 1947 પછીના ઇતિહાસ અને વિશ્વના ઇતિહાસને અપડેટ કરવાનું તેમજ નાલંદા અને તક્ષશિલા જેવું મોડેલ વિકસાવી ભારતીય જ્ઞાન જેમકે ગણિત, દર્શનશાસ્ત્ર, કળા, આયુર્વેદ, પ્રાકૃતિક વિજ્ઞાન, રાજકારણ, અર્થતંત્ર, નૈતિકતા, ભાષા વિજ્ઞાન વગરેને સામેલ કરવાની પણ તરફેણ કરવામાં આવી છે. 
  • આ રિપોર્ટમાં બાળકોના સ્કૂલ બેગનું વજન ઘટાડવા માટે મહારાષ્ટ્રને અનુસરવાનું તેમજ પુસ્તકોના વિષય વસ્તુઓમાં ડ્ર્ગ્સ અને ઇન્ટરનેટની લતના દૂરોગામી પરિણામોને કોર્સમાં સામેલ કરવા પણ સૂચન કરાયું છે. 
  • ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં પહેલા ધોરણમાં ફક્ત એક જ પુસ્તક છે જેમાં તમામ વિષયોને સામેલ કરાયા છે.
books

Post a Comment

Previous Post Next Post