- રશિયાના રાષ્ટ્રપતિની આ મુલાકાત દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 21મી ભારત-રશિયા વાર્ષિક શિખર બેઠકમાં ભાગ લેશે.
- આ બેઠક પહેલા બન્ને દેશના વિદેશ મંત્રી અને રક્ષામંત્રીઓની બેઠક થશે જેમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોફ તેમજ ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ અને રશિયાના રક્ષામંત્રી સર્ગેઇ શોયગુ ભાગ લેશે.
- બન્ને દેશો વચ્ચે અત્યાર સુધીમાં આ પ્રકારની 20 બેઠક આયોજિત થઇ ચુકી છે જે બન્ને દેશોમાં વારાફરતી યોજાય છે.