નાગાલેન્ડમાં સુરક્ષા દળો દ્વારા થયેલ ગોળીબારમાં 14 લોકોના મૃત્યું.

  • આ ઘટના નાગાલેન્ડના મોન જિલ્લામાં બની છે જેમાં સુરક્ષાદળોએ લોકોના એક જૂથને ઉગ્રવાદી માની તેમના પર ગોળીબાર કરતા તેઓના મૃત્યું થયા છે. 
  • આ બાબતની તપાસ માટે નાગાલેન્ડ સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય Special Investigation Team (SIT) નું ગઠન કરવાના આદેશ અપાયા છે તેમજ સેના દ્વારા પણ કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ અપાયા છે. 
  • આ મૃત્યું બાદ દેશમાં ફરીવાર Armed Forces Special Powers Act (AFSPA) કાયદાનો વિરોધ શરુ થયો છે. 
  • આ કાયદો વર્ષ 1958માં લવાયો હતો જેમાં કેન્દ્ર દ્વારા કોઇ ચિહ્નિત વિસ્તારને આ કાયદા હેઠળ આવરી શકાય છે. 
  • આ કાયદા હેઠળ સેનાને વોરંટ વિના કોઇ પણ સર્ચ ઓપરેશન હાથ ધરવાનો, ધરપકડ કરવાનો તેમજ ચેતવણી આપીને ફાયરિંગ અધિકાર મળે છે. 
  • વર્ષ 1998માં AFSPA કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો જેમાં 5 જજોની બેંચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે AFSPA કાયદો બંધારણનું ઉલ્લંઘન ન કરી શકે. 
  • કોર્ટ દ્વારા સેનાને કહેવાયું કે જેની પણ ધરપકડ કરવામાં આવે તેને 24 કલાકમાં થાણામાં સોંપવો તેમજ રાજ્ય સરકારે દર છ મહિને આ કાયદાની સમીક્ષા કરવી. 
  • ભારતમાં હાલ આસામ, નાગાલેન્ડ, મણિપુર (ઇમ્ફાલ મ્યુનિસિપલ કાઉન્સિલ વિસ્તાર સિવાય) અને અરુણાચલ પ્રદેશના 3 જિલ્લાઓ (ચાંગલેન્ગ,લોંગડિંગ અને તિરાપ)માં લાગૂ છે.
AFSPA Act in Gujarati

Post a Comment

Previous Post Next Post