- બ્રિટન દ્વારા પોતાના વિશાળ જહાજ HMS Victoryને 351 કરોડના ખર્ચે રિનોવેશન કરી વર્ષ 1765 જેવો મૂળ લૂક અપાયો છે.
- HMS Victory જહાજ વર્ષ 1805ની ટ્રાફેલગારની લડાઇની જીતનું સાક્ષી છે.
- આ જહાજને વર્ષ 1765માં કમિશન કરવામાં આવ્યું હતું.
- આ જહાજ વિશ્વનું સૌથી જુનું નેવલ શિપ છે.
- કિંગ જ્યોર્જ પંચમ દ્વારા આ જહાજને નેવલ મ્યુઝિયમમાં તબદીલ કરાયું હતું.
- બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ જહાજ પર જર્મનીનો 500 પાઉન્ડનો બોમ્બ પડ્યો હતો.