- આ મહોત્સવ ગુજરાતના સોમનાથ મંદિર નજીક આવેલ દરિયાકિનારે શરુ થયો છે.
- આ મહોત્સવ ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિતે શરુ થયેલ 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત શરુ કરાયો છે જેમાં વિવિધ કલાકારો દ્વારા આકર્ષક રેતશિલ્પ બનાવવામાં આવ્યા છે.
- આ મહોત્સવમાં પ્લાસ્ટિક મુક્ત ભારત, વેક્સિનેશન અભિયાન, કોરોના સંક્રમણ સામે જાગૃતિ, મહિલા સશક્તિકરણ સહિતના વિવિધ મુદ્દાઓને આવરીને જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો છે.