કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડિયા ગેટ પર 'નેતાજી' ની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.

  • આ જાહેરાત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી છે જેના મુજબ નવી દિલ્હી ખાતે ઇન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. 
  • 28 ફૂટ ઊંચી તેમજ 6 ફૂટ પહોળી આ પ્રતિમાં ગ્રેનાઇટની રહેશે. 
  • જ્યા સુધી આ પ્રતિમા તૈયાર ન થઇ જાય ત્યા સુધી તેના સ્થાન પર હોલોગ્રામ લગાવવામાં આવશે. 
  • આ હોલોગ્રામનું લોકાર્પણ 23 જાન્યુઆરી (નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિ)ના રોજ કરવામાં આવશે. 
  • આ પ્રતિમા નવી દિલ્હી ખાતે ઇન્ડિયા ગેટમાં આવેલ કેનોપીમાં લગાવાશે જ્યા અગાઉ જ્યોર્જ પંચમની પ્રતિમા લગાવાયેલ હતી જેને વર્ષ 1968માં હટાવવામાં આવી હતી. 
  • ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણીની શરુઆત પણ 24 જાન્યુઆરીના બદલે નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિ, 23 જાન્યુઆરીથી કરવામાં આવશે તેમજ ગયા વર્ષે જ નેતાજીની જયંતિને 'પરાક્રમ દિવસ' તરીકે મનાવવાની શરુઆત કરવામાં આવી હતી.
Subhash Chandra Bose Hologarm

Post a Comment

Previous Post Next Post