નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપના તમામ મિરર સ્પેસમાં ગોઠવાયા.

  • લગભગ 1 મહિના પહેલા લોન્ચ કરાયેલ નાસાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ James Webb ટેલિસ્કોપના પૃથ્વીથી 16 લાખ કિ.મી. દૂર તમામ મિરર સ્પેસમાં ગોઠવાયા છે. 
  • આ ટેલિસ્કોપ  પર 23મી ફેબ્રુઆરીના રોજ એલ-ટુ પોઇન્ટ પર સેટ કરવામાં આવશે ત્યારબાદ તેનું સમગ્ર સેટઅપ પૂર્ણ થશે. 
  • ઉલ્લેખનીય છે કે 25 ડિસેમ્બર, 2021ના રોજ નાસા દ્વારા આ ઐતિહાસિક ટેલિસ્કોપને ક્રિસમસના દિવસે લોન્ચ કરાયું હતું. 
  • આ ટેલિસ્કોપ અંતરિક્ષમાંથી ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરી તેને દેખાડવા માટે સક્ષમ છે. 
  • આ મિશન માટે નાસાએ લગભગ 10 અબજ ડોલરનું બજેટ નિર્ધારિત કર્યું છે.
James Webb Telescope

Post a Comment

Previous Post Next Post