- Border Security Force (BSF) દ્વારા આ પાકિસ્તાન સાથેની રાજસ્થાન સીમા પર આ ઓપરેશન શરુ કરાયું છે જે 23 થી 28 જાન્યુઆરી સુધી ચાલશે.
- આ સમય દરમિયાન આ વિસ્તારમાં ઠંડી તેમજ ધુમ્મસને લીધે પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી થવાની શક્યતા વધી જતી હોય છે જેને રોકવા માટે આ ઓપરેશન ચલાવાય છે.
- આ સમયગાળા દરમિયાન સીમા સુરક્ષા બળ દ્વારા દર વર્ષે આ ઓપરેશન ચલાવાય છે તેમજ ગરમીમાં 'ઓપરેશન ગર્મ હવા' ચલાવાય છે.
- આ ઓપરેશન દરમિયાન BSFની ઇન્ટેલિજન્સ વિંગ તેમજ અન્ય એજન્સીઓ પણ એકબીજા સાથે તાલમેલ રાખીને સીમા પર થતી ગતિવિધિઓ પર ધ્યાન રાખે છે.