- તેઓનું પુરુ નામ Saturnino de la Fuente García હતું જેઓ સ્પેનના વતની હતા.
- તેઓનો જન્મ 11 ફેબ્રુઆરી, 1909ના રોજ થયો હતો તેમજ તેઓ વિશ્વના સૌથી મોટી ઉંમરના પુરુષ હતા જેઓની ઉંમર વેરિફાઇડ હતી અને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પણ તેઓને આ ખિતાબ અપાયો હતો.
- તેઓએ પોતાની 112 વર્ષની વયમાં બન્ને વિશ્વ યુદ્ધ તેમજ કોરોના જેવી જ સ્પેનિશ ફ્લૂ મહામારી જોઇ હતી.
- ઓફિશિયલ રેકોર્ડ મુજબ તેઓ 112 વર્ષ અને 341 દિવસના હતા તેમજ 24 દિવસ બાદ જ તેઓ 113 વર્ષના થનાર હતા!
- તેઓના મૃત્યું બાદ વેનેઝુએલાના જુઆન વિસેન્ટ પૃથ્વી પર જીવિત સૌથી મોટી ઉંમરના પુરુષ બન્યા છે જેમની ઉંમર 112 વર્ષ, 239 દિવસ છે.
- ઉલ્લેખનીય છે કે હાલ જાપાનની કેન તનાકા પૃથ્વી પરની સૌથી મોટી ઉંમરની મહિલા છે જેઓની ઉંમર 119 વર્ષ 19 દિવસ છે!