- નવી દિલ્હી ખાતે ઇન્ડિયા ગેટ પર 50 વર્ષથી સ્થાપિત થયેલ અમર જવાન જ્યોતને આજે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની જ્વાળામાં સમાવી દેવામાં આવશે.
- આ રીતે 50 વર્ષથી પ્રજ્વલિત આ અમર જવાન જ્યોત કાયમી માટે બુઝી જશે.
- આ કામગીરી માટે એર માર્શલ બલભદ્ર રાધાકૃષ્ણના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે તેમજ બન્ને જ્વાળાને ભેળવી દેવામાં આવશે.
- વર્ષ 1914 થી 1921 દરમિયાન શહીદ થનાર બ્રિટિશ ભારતીય સૈનિકોની યાદમાં બ્રિટિશ સરકાર દ્વારા ઇન્ડિયા ગેટ સ્મારકની સ્થાપના કરવામાં આવી હતી.
- વર્ષ 1971માં ભારત-પાક. યુદ્ધમાં ભારતની ઐતિહાસિક જીતની યાદમાં ઇન્ડિયા ગેટ સ્મારકમાં અમર જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી હતી.
- વર્ષ 2019માં ઇન્ડિયા ગેટ પરિસરમાં નવા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
- આ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં ભારતના એ તમામ શહીદોના નામ છે જેઓએ પાકિસ્તાન સામે 1947-48ના યુદ્ધથી લઇ ચીન સાથેના સંઘર્ષમાં બલિદાન આપ્યું હોય તેમજ દેશમાં આતંકવાદ વિરોધી ઓપરેશન્સમાં દેશ માટે શહીદ થયા હોય.