કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી.

  • કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર વિધાનસભા માટેની ચૂંટણીની જાહેરાત કરી છે. 
  • આ જાહેરાત મુજબ આ ચૂંટણીઓ કુલ સાત ચરણમાં થશે જેની શરુઆત 10 ફેબ્રુઆરી, 2022થી થશે તેમજ તમામના પરિણામ 10 માર્ચના રોજ આવશે. 
  • ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 14મી મે, ઉત્તરાખંડ અને પંજાબ વિધાનસભાનો કાર્યકાળ 23મી માર્ચ, ગોવા વિધાનસભાનો કાર્યકાળ 15મી માર્ચ તેમજ મણિપુર વિધાનસભાનો કાર્યકાળ 19મી માર્ચના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. 
  • ચૂંટણીની જાહેરાત થતા જ આ પાંચેય રાજ્યોમાં ચુંટણીની આદર્શ આચાર સંહિતા લાગૂ થઇ ગઇ છે.
Central Election Commission

Post a Comment

Previous Post Next Post