ICC દ્વારા ટી-20 ક્રિકેટનના નિયમોમાં ફેરફાર કરાયા.

  • આંતરરાષ્ત્રીય ક્રિકેટ પરિષદ (International Cricket Council - ICC) દ્વારા ટી-20 મેચોમાં સ્લો ઓવર રેટ પર ટીમને દંડ કરવાનો નિયમ બનાવાયો છે. 
  • આઇસીસી દ્વારા સ્લો ઓવર રેટ માટે પેનલ્ટીનો નિયમ લાગૂ કરાયો છે. 
  • આ નિયમ મુજબ ટી-20 મેચ દરમિયાન 2.5 મિનિટનો ડ્રિન્ક્સ બ્રેક પણ લઇ શકાશે. 
  • નવો નિયમ જાન્યુઆરી, 2022થી જ લાગૂ થશે જેના મુજબ કોઇ ટીમ ઓવર રેટમાં નિયત સમય કરતા પાછળ હશે તો બાકીની બચેલી ઓવર્સમાં એક ફિલ્ડર 30 યાર્ડ સર્કલની બહાર ઉભો નહી રહી શકે. 
  • અત્યાર સુધી સ્લો ઓવર રેટ બદલ માત્ર દંડ જ હતો તેમજ દોષિત ટીમના ખેલાડીઓની મેચ ફીની રકમમાંથી દંડ કપાતો હતો. 
  • નવા નિયમ બાદ જૂની સજાઓ પણ યથાવત રહેશે. 
  • નવા નિયમો બાદ પહેલી ટી-20 મેચ વેસ્ટ ઇન્ડિઝ અને આયર્લેન્ડ વચ્ચે 16 જાન્યુઆરીના રોજ યોજાશે.
ICC

Post a Comment

Previous Post Next Post