- કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇ-વે મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવાયો છે જેના માટે સેન્ટર મોટર વ્હિકલ રુલ્સ, 1989માં સુધારો કરાશે.
- આ નિર્ણય મુજબ 8 પેસેન્જર્સની ક્ષમતા ધરાવતા વાહનોમાં 6 એરબેગ ફરજિયાત રહેશે જેમાં બે સાઇડ ટોર્સો એર બેગ અને બે સાઇડ કર્ટેન ટ્યુબ એર બેગ ફરજિયાત બનાવાશે જેથી આગળની સીટ્પર બેઠેલ ડ્રાઇવર તેમજ તેની સથે રહેલ મુસાફરને આગળની ટક્કરથી બચાવી શકાય.
- આ નિર્ણય 1 ઑક્ટોબર, 2022 પછી ઉત્પાદિત થયેલ વાહનોમાં લાગૂ થશે.
- ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં નેશનલ હાઇ-વે પર 1,16,496 રોડ અકસ્માત થયા હતા જેમાં 4,7985 લોકોના મૃત્યું થયા છે.