- ભારત બાયોટેક દ્વારા તૈયાર કરાયેલ ભારતની સ્વદેશી કોવેક્સિન રસી અંગે ભારત સરકાર દ્વારા પોસ્ટલ સ્ટેમ્પ જાહેર કરાઇ છે.
- આ ટપાલ ટિકિટ ભારતમાં રસીકરણના એક વર્ષ સમાપ્ત થયાના પ્રસંગે જાહેર કરવામાં આવી છે.
- ભારતમાં 16 જાન્યુઆરી, 2021ના રોજ કોરોના રસીકરણની શરુઆત કરવામાં આવી હતી.
- અત્યાર સુધી ભારતમાં 70% લોકો પુખ લોકોએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લઇ લીધા છે તેમજ 93% લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે.
- ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના માટે કુલ 8 વેક્સિનને મંજૂરી મળેલ છે જેમાં Covaxin, Covishield, Sputnik V, ZyCoV-D, Moderna, Johnson and Johnson, Corbevax અને Covovaxનો સમાવેશ થાય છે.
- આ સિવાય ભારતમાં કોરોના વાયરસના ઉપચાર માટે કુલ ચાર દવાઓ Molnupiravir, Tocilizumab, 2-deoxy-D-glucose (2-DG) અને REGEN-COV2 antibody cocktail નો સમાવેશ થાય છે.