- ભારતની પારંપરિક નૃત્ય શૈલી કથકને વિશ્વ સ્તર પર લઇ જનાર પ્રસિદ્ધ નૃત્યકાર, સંગીતકાર, ગાયક પંડિત બિરજૂ મહારાજનું નિધન થયું છે.
- તેઓ લખનઉથી કાલકા-બિંદાદિન ઘરાનાના હતા.
- નૃત્ય સિવાય ફિલ્મોના ગીતો માટે કોરિયોગ્રાફી તેમજ પોતાનો કંઠ પણ આપ્યો છે.
- સત્યજીત રે ની ફિલ્મ શતરંજ કે ખિલાડીનું ગીત 'કાન્હા મેં તોસે હારી' તેમજ દેવદાસ ફિલ્મનું 'કાહે છેડ છેડ મોહે' માં પોતાનો અવાજ પણ આપ્યો હતો.
- વર્ષ 1964માં તેઓને સંગીત નાટક અકાદમી પુરસ્કાર, 1986માં પદ્મ વિભૂષણ, 1987માં કાલીદાસ સન્માન, 2002માં લતા મંગેશકર પુરસ્કાર અપાયો હતો.
- આ સિવાય સંગમ કલા પુરસ્કાર, ભારત મૂનિ સમ્માન, આંધ્ર રત્ન, નૃત્ય વિલાસ પુરસ્કાર, સોવિયેત લેન્ડ નેહરુ એવોર્ડ, રાષ્ટ્રીય નૃત્ય શિરોમણી પુરસ્કાર તેમજ રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદ્ભાવના પુરસ્કાર પણ એનાયત કરાયા હતા.
- વર્ષ 2012માં વિશ્વરુપમ ફિલ્મના ગીત 'Unnai Kaanaathu / મેં રાધા તેરી, મેરા શ્યામ તું' ની બેસ્ટ કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય પુરસ્કાર તેમજ વર્ષ 2016માં બાજીરાવ મસ્તાની ફિલ્મના ગીત મોહે રંગ દો લાલની બેસ્ટ કોરિયોગ્રાફી માટે ફિલ્મફેર પુરસ્કાર અપાયો હતો.