- આ રિપોર્ટ National Commission for Protection of Child Rights (NCPCR) દ્વારા સુપ્રીમ કોર્ટને અપાયો છે.
- આ રિપોર્ટ મુજબ 1 એપ્રિલ, 2020 બાદ કોરોના સહિતની આપત્તિઓને લીધે દેશમાં 1,47,492 બાળકોએ પોતાના માતા અથવા પિતાને ગુમાવ્યા છે.
- આ જ સમયગાળા બાદ 10,094 બાળકોએ પોતાના માતા અને પિતા બન્નેને ગુમાવ્યા છે.
- પોતાના માતા પિતા ગુમાવનાર બાળકોની સંખ્યાની બાબતમાં ક્રમાનુસાર ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.