- કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આ માટે દરેક રાજ્યોમાં મહિલા પોલીસ વોલિયન્ટર્સ (MPV)ની નિયુક્તિનો આદેશ અપાયો છે.
- આ પોલીસ પીડિત મહિલાઓ અને પોલીસ વચ્ચે કડીનું કામ કરશે તેમજ અમૂક કિસ્સાઓમાં મહિલાઓ ગુનાની જાણ ન કરતી હોય તેવા કિસ્સાઓમાં પોલીસ તેઓને મદદ કરી શકશે.
- આ માટે કેન્દ્ર સરકાર દ્વારા હરિયાણાના 2 જિલ્લાઓમાં વર્ષ 2016થી પાઇલોટ પ્રોજેક્ટ શરુ કરાયો હતો જેને સફળતા મળી છે.
- આ સફળતા બાદ ગુજરાત સહિત સાત રાજ્યો (ગુજરાત, છત્તીસ્ગઢ, હરિયાણા, આંન્ધ્ર પ્રદેશ, મિઝોરમ, ત્રિપુરા અને આંદામાન નિકોબાર)માં MPV ની નિયુક્તિ આપવાનું કામ શરુ કરાયું છે.