મધ્યપ્રદેશની 'કોલરવાલી' અને 'સુપર મોમ' નામથી પ્રસિદ્ધ વાઘણનું મૃત્યું.

  • મધ્યપ્રદેશના સિવનીમાં આવેલ પેંચ ટાઇગર રિઝર્વમાં આ વાઘણનું મૃત્યું થયું છે. 
  • આ વાઘણે વર્ષ 2008 થી 2018 દરમિયાન કુલ 29 બચ્ચાઓને જન્મ આપ્યો છે જે સંભવતઃ એક વિશ્વ વિક્રમ છે. 
  • વાઘણનું સરેરાશ આયુષ્ય લગભગ 12 વર્ષ હોય છે જ્યારે આ વાઘણ 17 વર્ષ જીવી છે. 
  • આ વાઘણનો જન્મ વર્ષ 2005માં 'બડી માદા' નામથી જાણીતી વાઘણ દ્વારા થયો હતો. 
  • રાજ્ય સરકાર દ્વારા જણાવાયું હતું કે મધ્ય પ્રદેશને 'ટાઇગર સ્ટેટ' નો દરજ્જો અપાવવામાં આ વાઘણની ભૂમિકા મહત્વપૂર્ણ છે. 
  • ઉલ્લેખનીય છે કે ભારતમાં વર્ષ 1973માં ભારત સરકાર દ્વારા 'પ્રોજેક્ટ ટાઇગર'ની શરુઆત કરવામાં આવી હતી. 
  • વર્ષ 2019ની બેંગાલ ટાઇગરની વસ્તી મુજબ ભારતમાં કુલ 2,967 વાઘ છે જેમાંથી મુખ્યત્વે મધ્ય પ્રદેશમાં 526, કર્ણાટકમાં 524, ઉત્તરાખંડમાં 442, મહારાષ્ટ્રમાં 312 તેમજ તમિલનાડુમાં 264 છે.
Collarwali Tiger

Post a Comment

Previous Post Next Post