- વિશ્વના પરમાણુ શક્તિ ધરાવતા પાંચ દેશોએ સંયુક્ત નિવેદન દ્વારા એક સંકલ્પ પ્રસિદ્ધ કર્યો છે.
- આ પાંચ દેશોમાં અમેરિકા, ચીન, ફ્રાન્સ, રશિયા અને બ્રિટનનો સમાવેશ થાય છે.
- આ દેશો દ્વારા જે સંકલ્પ પ્રસિદ્ધ કરાયો છે તેના મુજબ પાંચેય દેશ એકબીજા પર પરમાણું હથિયારોનો ઉપયોગ નહી કરે.
- આ સંકલ્પ રશિયા અને તેના પાડોશી દેશ યૂક્રેન વચ્ચે સૈન્ય નિર્માણને લઇ થઇ રહેલ તણાવ વચ્ચે રજૂ કરાયો છે.
- પાંચેય દેશો એ વાતમાં સહમત થયા છે કે 'કોઇ દેશ પરમાણું યુદ્ધ ન જીતી શકે'.
- ઉલ્લેખનીય છે કે આ પાંચેય દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council - UNSC) ના સ્થાયી સદસ્ય દેશો પણ છે.