- કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટથી વધી રહેલા સંક્રમણ વચ્ચે ઇઝરાયલ સરકાર દ્વારા પોતાના દેશમાં કોરોના વેક્સિનનો ચોથો ડોઝ દેવા માટે મંજૂરી અપાઇ છે.
- ઉલ્લેખનીય છે કે ઇઝરાયલની લગભગ 9.4 મિલિયન વસ્તીમાંથી 4.2 મિલિયન લોકોને કોરોના વેક્સિનના ત્રણ ડોઝ દેવાઇ ચૂક્યા છે.
- હાલ ઓમિક્રોન વેરિયન્ટના ઝડપી સંક્રમણને લીધે અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, ઇઝરાયલ સહિત અનેક દેશોએ પોતાના નાગરિકોને કોરોના વેક્સિનના બુસ્ટર ડોઝ દેવાની શરુઆત કરી દીધી છે.