મહેસાણાની તસનીમ મીર જુનિયર ગર્લ્સ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય બની.

  • મહેસાણાની અંડર-19 ગર્લ્સની રેન્કિંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર તસનીમ મીર પ્રથમ ભારતીય બની છે. 
  • આ રેન્કિંગ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 
  • તસનીમ મીરે ચાર જૂનિયર ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ જીતી છે જેમાંથી વર્ષ 2021માં તેણીએ ત્રણ જીત હાંસલ કરીને આ સિદ્ધિ મેળવી છે. 
  • BWF દ્વારા પ્રસિદ્ધ આ રેન્કિંગમાં વૂમન્સ સિંગલ્સમાં ટોપ-25માં 4 ભારતીય છે જેમાં પ્રથમ સ્થાન પર તસનીમ મીર, 10માં સ્થાન પર અનુપમા ઉપાધ્યાય, 16માં સ્થાન પર માનસી સિંઘ અને 23માં સ્થાન પર તારા શાહનો સમાવેશ થાય છે. 
  • આ રેન્કિંગમાં મેન્સ સિંગલ્સમાં ટોપ-20માં ત્રણ ભારતીયોનો સમાવેશ થાય છે જેમાં પાંચમાં સ્થાન પર શંકર મુથુસામી, 15માં સ્થાન પર અયાન રશીદ અને 18માં સ્થાન પર તનમય વિકાસનો સમાવેશ થાય છે.
tasneem meer

Post a Comment

Previous Post Next Post