- ચીનના દેવામાં સપડાઇ ગયેલ શ્રીલંકાની ગોટબાયા રાજપક્સેની સરકારે ભારત સાથે ત્રિન્કોમાલી ઓઇલ ટેન્ક કરાર કર્યો છે જેના મુજબ ત્રિન્કો પેટ્રોલિયમ ટર્મિનલ લિમિટેડ, સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે મળીને ત્રિન્કોમાલી વિસ્તારમાં લગભગ 61 ઓઇલ ટેન્ક બનાવશે.
- આ સ્થળ ભારતના તમિલનાડુથી સૌથી નજીક તેમજ વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્વનું છે.
- આ ઓઇલ ટેન્ક બનાવવા માટેનું સપનું ભારતના દિવંગત વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ જોયું હતું, તેઓએ 29 ઑક્ટોબર, 1987ના ભારત-શ્રીલંકા સમજૂતી કરારમાં તેનો ઉલ્લેખ પણ કર્યો હતો.
- વર્ષ 2002માં નોર્વેએ શ્રીલંકાના ગૃહયુદ્ધમાં મધ્યસ્થી કરી હતી જેના બાદ અમેરિકાએ પણ શ્રીલંકના ત્રિન્કોમાલી બંદર પર પોતાનું નૌકા મથક બનાવવા ઇચ્છા દર્શાવી હતી જેથી અફઘાનિસ્તાનમાં લશ્કરને ખોરાક અને માલસામાન સરળતાથી પહોંચાડી શકાય.