રેલ મંત્રાલય દ્વારા 'ગાર્ડ' પદનું નામ બદલવામાં આવ્યું.

  • કેન્દ્રીય રેલ મંત્રાલય દ્વારા ટ્રેનના ગાર્ડ પદનું નામ બદલીને 'ટ્રેન મેનેજર' કરવામાં આવ્યું છે. 
  • આ પદનું ફક્ત નામ જ બદલાયું છે જેની અસર તેના કામ, વેતન અને ભરતી પ્રક્રિયા સહિત કોઇપણ જગ્યાએ નહી થાય. 
  • આ પદને તેની કામગીરી મુજબનું નામ 'ટ્રેન મેનેજર' હોવું જોઇએ તેવી ઘણા સમયથી માંગ હતી. 
  • આ ફેરફાર બાદ માલગાડીના ગાર્ડને 'ગૂડ્સ ટ્રેન મેનેજર', મેઇલ/એક્સપ્રેસ ગાર્ડના ગાર્ડને 'મેઇલ/એક્સપ્રેસ ટ્રેન મેનેજર' તેમજ સિનિયર પેસેન્જર ગાર્ડને 'સિનિયર પેસેન્જર ટ્રેન મેનેજર' તરીકે ઓળખવામાં આવશે.
Train Guard

Post a Comment

Previous Post Next Post