- નાઇઝીરિયાની સરકાર દ્વારા લગભગ સાત મહિના પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર પ્રતિબંધ લગાવાયો હતો જેને હવે હટાવી લેવાયો છે.
- ટ્વીટર દ્વારા નાઇઝીરિયામા એક કાર્યાલય ખોલવા સહિતની ખાતરી અપાયા બાદ આ પ્રતિબંધ હટાવાયો છે.
- નાઇઝીરિયામાં લગભગ 20 કરોડ ટ્વીટરના યુઝર્સ છે જેઓ હવે આ સુવિધાનો ઉપયોગ કરી શકશે.
- ઉલ્લેખનીય છે કે જૂન, 2021માં નાઇઝીરિયાની સરકાર દ્વારા કોર્પોરેટ અસ્તિત્વને ઓછું કરનારી પ્રવૃતિઓ માટે ટ્વીટરનો વધુ પડતો ઉપયોગ થતો હોવાનો હવાલો આપીને ટ્વીટર પર પ્રતિબંધ લદાયો હતો.