- વિશ્વના તમામ દેશોમાં ઇન્ટરનેટ બંધ થવાથી કેટલું નુકસાન થાય તે બાબતના આ રિપોર્ટ મુજબ વર્ષ 2021માં વિશ્વને કુલ 40,300 કરોડનું નુકસાન થયું છે.
- વર્ષ 2021માં સૌથી વધુ મ્યાનમારમાં ઇન્ટરનેટ બંધ રહ્યું છે જેના દ્વારા વર્ષ 2021માં 2.8 અબજ ડોલરનું નુકસાન થયું હતું તેમજ 2.2 કરોડ લોકોને અસર થઇ હતી.
- આ યાદીમાં બીજા સ્થાન પર નાઇઝિરીયા તેમજ ત્રીજા સ્થાન પર ભારત છે.
- ભારતમાં વર્ષ 2021માં 1,157 કલાક ઇન્ટરનેટ બંધ રહ્યું હતું જેના લીધે ભારતને 582.8 મિલિયન ડોલર (લગભગ 4,300 કરોડ રુપિયા)નું નુકસાન થયું છે.
- ભારતમાં આ સમયગાળામાં ઇન્ટરનેટ બંધ રહેવાથી લગભગ 5.9 કરોડ લોકો પ્રભાવિત થયા હતા.
- ઉલ્લેખનીય છે કે ભારતમાં આ વર્ષમાં દિલ્હી ખાતે ચાલી રહેલ ખેડૂત આંદોલનને દબાવવા માટે સરકાર દ્વારા લાંબા સમય સુધી ઇન્ટરનેટ બંધ રખાયું હતું.