ભારતમાં DNPA દ્વારા ગૂગલ વિરુદ્ધ CCI માં ફરિયાદ કરવામાં આવી.

  • આ ફરિયાદ ગૂગલ દ્વારા સમાચારોના એકત્રિકરણ મુદ્દે વર્ચસ્વના દુરુપયોગ બદલ કરાઇ છે. 
  • Digital News Publishers Association દ્વારા પોતાની આ ફરિયાદ Competition Commission of India (CCI) ને અપાઇ છે જેના બાદ ગૂગલ વિરુદ્ધ તપાસના આદેશ અપાયા છે. 
  • DNPA દ્વારા ગૂગલ વિરુદ્ધ આરોપ લગાવાયો છે કે ગૂગલ એકપક્ષીય રીતે ન્યૂઝ પ્રકાશકોને ચૂકવવાપાત્ર રકમનો નિર્ણય કરે છે અને તેના નિયમો વિશે પણ એકપક્ષીય નિર્ણય કરે છે. 
  • આ સિવાય એવો આરોપ પણ લગાવાયો છે કે ગૂગલ વેબસાઇટ પર પ્રસિદ્ધ થતી જાહેરાતો મારફત તેને થતી આવકનો ડેટા શેર નથી કરતું અને માત્ર જાહેરાતની આવકના નાના હિસ્સાને જ શેર કરે છે જેને કારણે ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સને નુકસાન થાય છે.
Google

Post a Comment

Previous Post Next Post