- પાકિસ્તાન સરકાર દ્વારા 1 વર્ષ પહેલા 'રાવી મેગા સિટી' નામથી આ પ્રોજેક્ટ શરુ કરાયો હતો જે ભારતીય સરહદથી ફક્ત 38 કિ.મી. જ દૂર છે.
- પાકિસ્તાન સરકાર દ્વારા આ સિટીનો પ્રોજેક્ટ 15 વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રખાયું છે જેના માટે રાવી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની પણ રચના કરવામાં આવી છે.
- આ જગ્યા પર ઉપજાઉ જમીન હોવાથી ત્યા વસતા ખેડૂતોએ આ બાબતે વિરોધ કર્યો છે જેના પગલે લાહોર હાઇકોર્ટે હાલ આ પ્રોજેક્ટ પર રોક લગાવ્યો છે.