- રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ તણાવ વચ્ચે રશિયાના વિદેશમંત્રી સર્ગેઇ લેવરોવ અને અમેરિકાના વિદેશમંત્રી એન્થની બ્લિંકન વચ્ચે આ આ મંત્રણા શરુ થઇ છે.
- આ મંત્રણામાં રશિયાએ અમેરિકાને રોમાનિયા અને બુલ્ગેરિયામાંથી નાટો સેના હટાવવા માંગ કરી છે તેમજ યુક્રેનને નાટોમાં સામેલ ન કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.
- અમેરિકાએ પણ રશિયાની 8 સૂત્રીય માંગ પર પોતાનું વલણ કાયમ રાખ્યું છે.
- આ મંત્રણા દરમિયાન જ અમેરિકાએ યુક્રેનને સ્ટિંગર મિસાઇલ આપવા માટે પણ મંજૂરી આપી છે જે યુક્રેનને રશિયાના કોઇપણ સંભવિત હુમલાથી બચાવવા માટે સક્ષમ છે.
- અમેરિકા દ્વારા યુક્રેનને આ મિસાઇલ્સ લિથુઆનિયા, એસ્ટોનિયા અને લાતિવિયાના માધ્યમથી અપાશે.