- રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલ તણાવમાં અમેરિકાએ રશિયાને ચીમકી આપી છે કે જો તેની સેના યૂક્રેનની બોર્ડર પાર કરશે તો અમેરિકા અને તેના સહયોગી દેશો તરફથી રશિયાને વળતો જવાબ અપાશે.
- અમેરિકાએ રશિયાને કહ્યું છે કે યૂક્રેન પર જો રશિયા કોઇ કાર્યવાહી કરશે તો રશિયાની અર્થવ્યવસ્થા બગાડવા તેમજ તેના પર આકરા પ્રતિબંધો લગાવવા માટે પણ અમેરિકા તૈયાર છે.
- આ તમામ તણાવ વચ્ચે અમેરિકાએ યૂક્રેનની સેનાને પણ 200 મિલિયન ડોલરની મદદ કરી છે.
- ઉલ્લેખનીય છે કે રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલ તણાવમાં રશિયાએ યૂક્રેનની સરહદ પર 1 લાખ સૈનિકો તૈનાત કરી રાખેલ છે.