- 1993ની બેચના આઇએએસ અધિકારી વિક્રમ દેવ દત્તની એર ઇન્ડિયાના ચેરમેન બનાવાયા છે તેઓની સાથોસાથ બિહાર કેડરના ચંચલ કુમારને National Highway and Infrastructure Development Corporation Ltd. (NHIDCL) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્તિ અપાઇ છે.
- ઉલ્લેખનીય છે કે તાતા જૂથ દ્વારા થોડા સમય પહેલા જ એર ઇન્ડિયાને 18,000 કરોડના સોદા સાથે પોતાની માલિકી હેઠળ લાવવામાં આવી હતી.
- એર ઇન્ડિયાની સ્થાપના વર્ષ 1932માં 'તાતા એર લાઇન્સ' નામથી જેઆરડી તાતા દ્વારા કરવામાં આવી હતી જેને વર્ષ 1946માં એર ઇન્ડિયા તરીકે લિસ્ટિંગ કરીને તેનું રાષ્ટ્રીયકરણ કરાયું હતું.