રાજસ્થાનમાં વિશ્વનો સૌથી મોટો ખાદીનો તિરંગો લહેરાવાયો.

  • આ તિરંગો સેના દિવસ (15 જાન્યુઆરી)ના રોજ રાજસ્થાનના જૈસલમેર ખાતે ભારત-પાક. સીમા પર લહેરાવાયો છે. 
  • આ તિરંગાને લોંગેવાલામાં પ્રદર્શિત કરવામાં આવશે જે વર્ષ 1971ના ભારત-પાક. ના ઐતિહાસિક યુદ્ધનું મુખ્ય કેન્દ્ર છે. 
  • આ તિરંગો 225 ફૂટ લાંબો તેમજ 150 ફૂટ પહોળો છે. ખાદીના આ તિરંગાને બનાવવા માટે 70 કારીગરોને કુલ 49 દિવસનો સમય લાગ્યો હતો. 
  • ઉલ્લેખનીય છે કે ભારતમાં ખાદીનો આ પાંચમો મોટો તિરંગો છે. 
  • અગાઉ 2 ઑક્ટોબર, 2021ના રોજ લેહમાં, 8 ઑક્ટોબર, 2021ના રોજ વાયુસેના દિવસ નિમિતે હિંડન એરબેઝ પર, 21 ઑક્ટોબર, 2021ના રોજ લાલ કિલ્લા પર (દેશમાં 100 કરોડ વેક્સિનેશન ડોઝ થયાના સમ્માનમાં) તેમજ 4 ડિસેમ્બર, 2021ના રોજ નૌસેના દિવસ મનાવવા માટે મુંબઇમાં ગેટ-વે ઓફ ઇન્ડિયા પાસે ખાદીના મોટા તિરંગા લહેરાવાયા હતા.
Biggest Indian Flag

Post a Comment

Previous Post Next Post