- All India Council for Technical Education (AICTE) દ્વારા દેશની વિવિધ આઇઆઇટીમાં અલગ અલગ 15 રિસર્ચને મંજૂરી આપવામાં આવી છે.
- આ મંજૂરીઓમાં ભારતીય પરંપરાગતજ્ઞાનના વિવિધ રિસર્ચનો સમાવેશ થાય છે જેમાં મંત્રોચ્ચારના ધ્વનિ સ્પેક્ટ્રમ અને તેના યંત્રોની ભૌમિતિક પેટર્ન સાથેનો સંબંધ, શાસ્ત્રીય રાગોનો વ્યક્તિના મગજ પર થતી અસર, ભગવના શિવના પંચ મહાભૂત સ્થળ મંદિરોના કુંડ સાથે જોડાયેલ જ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે.
- AICTE ની સ્થાપના નવેમ્બર, 1945માં કરવામાં આવી હતી જે ઉચ્ચ શિક્ષા વિભાગ હેઠળ એક કાનૂની એકમ તેમજ રાષ્ટ્રીય કક્ષાના ટેક્નિકલ એજ્યુકેશન માટેની પરિષદ છે.