- ફ્રાન્સના પ્રસિદ્ધ શોધકર્તા અને વાયરોલોજિસ્ટ લ્યૂક મોન્ટેનિયરને એચ. આઇ. વી. વાયરસની શોધ માટે ઓળખવામાં આવે છે.
- તેઓએ વર્ષ 1983માં human immunodeficiency virus (HIV)ની શોધ કરી હતી અને તે પ્રક્રિયા સમજાવી હતી કે તે કંઇ રીતે Acquired immunodeficiency syndrome (AIDS) નું કારણ બને છે.
- આ માટે તેઓને પોતાના સહયોગી ફ્રેન્કોઇસ બરે સાથે 2008માં ચિકિત્સાનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો.
- વર્ષ 2020માં લ્યૂક મોન્ટેનિયરે SARS-CoV-2ને પ્રયોગશાળામાં માનવ દ્વારા HIV/AIDS ની રસી બનાવવાના ફળ રુપે આ વાયરસ મળ્યો હોય તેવો તર્ક આપ્યો હતો.
- તેઓએ કોરોના વાયરસના જિનોમમાં HIVના તત્વો અને મેલેરિયાના વિષાણુંની ઉપસ્થિતિને સંદિગ્ધ જણાવી હતી.