નેપાળમાં મુખ્ય ન્યાયમૂર્તિ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરાયો.

  • નેપાળના સત્તાધારી ગઠબંધનના સાંસદો દ્વારા નેપાળના મુખ્ય ન્યાયાધીશ ચોલેન્દ્ર શમશેર જેબી રાણા વિરુદ્ધ આ મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરાયો છે. 
  • આ પ્રસ્તાવમાં ન્યાયમૂર્તિ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો સામેલ છે. 
  • તેઓ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ દાખલ થયા બાદ જેબી રાણાને તેમના પદ પરથી સસ્પેન્ડ કરાયા છે. 
  • તેઓ નેપાળના મુખ્ય ન્યાયમૂર્તિ પદ પર જાન્યુઆરી, 2019 પર નિમણૂંક પામ્યા હતા. 
  • નેપાળમાં મહાભિયોગ પ્રસ્તાવ દાખલ થતા જ મુખ્ય ન્યાયમૂર્તિને સસ્પેન્ડ કરવાની જોગવાઇ છે. 
  • ભારતના બંધારણમાં ન્યાયાધીશોને હટાવવા માટે મહાભિયોગની વ્યવસ્થા અનુચ્છેદ 145માં અપાઇ છે. 
  • ભારતમાં છેલ્લે વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા વિરુદ્ધ સાત રાજકીય પક્ષોના 71 સાંસદોએ મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને ઉપ-રાષ્ટ્રપતિ વૈંકયા નાયડૂએ રદ્દ કર્યો હતો.
nepal chief justice

Post a Comment

Previous Post Next Post