- આ રિપોર્ટમાં અમેરિકાએ દાવો કર્યો છે કે ભારતને ચીન સાથેની Line of Actual Control (LAC) પર ચીન તરફથી મોટુ જોખમ છે.
- અમેરિકાનો આ રિપોર્ટ એક દિવસ પહેલા યોજાયેલ કવાડ દેશોની બેઠક બાદ પ્રસિદ્ધ કરાયો છે.
- કવાડ દેશોની બેઠકમાં જ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે ચીન સરહદ પર સૈનિકો એકત્ર ન કરવાની લેખિત સમજૂતીની અવગણના કરી રહ્યું છે જેને લીધે LAC પર ઘર્ષણની સ્થિતિ ઉભી થાય છે.
- અમેરિકાએ પોતાના આ રિપોર્ટમાં Indo-Pacific Region ના દેશોમાં સ્થિતિ મજબૂત કરવા અને ભારતના પ્રાદેશિક નેતૃત્વનું સમર્થન કરવાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે.