- યુક્રેન સાથે યુદ્ધની સંભાવનાઓ વચ્ચે રશિયાએ બેલારુસ અને કાળા સમુદ્રમાં પોતાની સૌથી મોટી વૉરગેમ શરુ કરી છે.
- આ વૉરગેમમાં બેલારુસમાં 30,000 સૈનિકો અને 30 યુદ્ધજહાજોને તૈનાત કરાયા છે.
- અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ દ્વારા પણ એક ગુપ્ત અહેવાલ જાહેર કરાયો છે જેના મુજબ રશિયા16 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કરી શકે છે.
- આ સંભાવનાઓ વચ્ચે ચીન દ્વારા પણ પોતાના નાગરિકોને યુક્રેન પ્રવાસ ન ખેડવા ચેતવાયા છે.
- આ સિવાય ઇઝરાયલ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન, લેટિવિયા, નોર્વે અને નેધરલેન્ડ દ્વારા પણ તેમના નાગરિકો અને રાજદ્વારીઓને તાત્કાલિક યુક્રેન છોડવા કહેવાયું છે.
- રશિયા અને યુક્રેનના વિવાદમાં અમેરિકાએ પોલેન્ડમાં પોતાના 3,000 સૈનિકો મોકલ્યા છે.