NASA ના જેમ્સ વેબ ટેલિસ્કોપે સૌપ્રથમ ફોટો મોકલ્યો.

  • આ તસવીરમાં જેમ્સ વેબ ટેલિસ્કોપે પોતાની જ સેલ્ફી મોકલી છે જેને વેબ ટેલિસ્કોપના NIRCam Instrument થી ખેંચવામાં આવી છે. 
  • આ તસવીરમાં જેમ્સ વેબ ટેલિસ્કોપનું પ્રાઇમરી મિરર દેખાય છે. 
  • આ તસવીર સાથે વેબ ટેલિસ્કોપની તમામ કામગીરી સચોટ રીતે પૂર્ણ થઇ છે તે દર્શાવતી એક તારાની અન્ય તસવીર પણ લેવાઇ છે જેમાં એક જ તારાને 18 વાર દેખાડાયો છે. 
  • NASA દ્વારા પોતાનું મહત્વાકાંક્ષી James Webb Space Telescope ડિસેમ્બર, 2021માં નાતાલના દિવસે લોન્ચ કરાયું હતું જે અંતરિક્ષમાં નાનામાં નાની બાબતને દેખાડવા માટે સક્ષમ છે. 
  • આ ટેલિસ્કોપ કોઇપણ વસ્તુનો 18 અલગ-અલગ એન્ગલથી ફોટો લઇ તેની સંયુક્ત ઇમેજ બનાવીને પૃથ્વીને મોકલી શકે છે. 
  • નાસાના આ પ્રોજેક્ટનું બજેટ 10 અબજ ડોલર (લગભગ 74 હજાર કરોડ રુપિયા) જેટલું છે.
nasa james webb telescope

Post a Comment

Previous Post Next Post