હિટ એન્ડ રન કેસમાં મૃતકના પરિવારને મળતા વળતરની રકમ વધારવામાં આવી.

  • હિટ એન્ડ રન કેસમાં મૃત્યું પામેલ વ્યક્તિના પરિવારને અત્યાર સુધી 50,000 રુપિયાનું વળતર મળતું હતું. 
  • આ વળતરની રકમ વધારીને રુ. 2 લાખ કરવામાં આવી છે. 
  • આ માટે કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇ-વે મંત્રાલય દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. 
  • આ સિવાય ઘાયલ થયેલ વ્યક્તિઓને આપવામાં આવતા વળતરની રકમ રુ. 12,500 થી વધારીને રુ. 50,000 કરવામાં આવી છે. 
  • કેન્દ્ર સરકારનો આ નવો નિયમ 1 એપ્રિલ, 2022થી લાગૂ થશે. 
  • આ માટે કેન્દ્ર ટૂંક સમયમાં મોટર વ્હિકલ એક્સીડેન્ટ ફંડની રચના કરશે જેમાંથી પીડિતોને ઝડપથી વળતર ચૂકવી શકાય.
Accident sign

Post a Comment

Previous Post Next Post