યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે 'ઓપરેશન ગંગા' શરુ કરવામાં આવ્યું.

  • રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલ હુમલા બાદ અનેક દેશોના નાગરિકો ત્યા ફસાયેલા છે. 
  • ભારતના પણ લગભગ 20,000 થી વધુ લોકો ત્યા છે જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે. 
  • યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોને દેશમાં પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 'ઓપરેશન ગંગા'ની શરુઆત કરવામાં આવી છે. 
  • આ ઓપરેશન હેઠળ ભારતીયોને યુક્રેનના પાડોશી દેશોમાં થઇને વિમાનો દ્વારા દેશમાં પરત લવાશે. 
  • આ ઓપરેશન હેઠળ યુક્રેનમાં ફસાયેલા લોકોને ઉજહોરોડ, સ્લોવાકિયાની સીમા પાસેથી હંગેરી અને રોમાનિયાની રાજધાની બુખારેસ્ટ પાસે પહોંચવા માટે જણાવાયું હતું જ્યાથી તેઓને એરલિફ્ટ કરી શકાય. 
  • અગાઉ અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા કબજો કરાયો હતો ત્યારે ભારત સરકારે પોતાના નાગરિકોને પરત લાવવા માટે 'ઓપરેશન દેવી શક્તિ' શરુ કર્યું હતું.
Operation Ganga

Post a Comment

Previous Post Next Post