કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત ડિજિટલ મિશનને સમગ્ર દેશમાં લોન્ચ કરવા મંજૂરી આપી.

  • કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા Ayushman Bharat Digital Mission (ABDM) યોજનાને સમગ્ર દેશમાં લોન્ચ કરવા માટે મંજૂરી અપાઇ છે. 
  • આ યોજના માટે આગામી પાંચ વર્ષ માટે 1,600 કરોડ રુપિયાના બજેટની ફાળવણી પણ કરવામાં આવી છે. 
  • આ યોજના હેઠળ નાગરિકો પોતાનું સ્વાસ્થ્ય એકાઉન્ટ નંબર બનાવી શકશે જેને ડિજિટલ હેલ્થ રેકોર્ડ સાથે જોડવામાં આવશે. 
  • આ યોજના દ્વારા ટેલીમેડિસિન જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સ્વાસ્થ્ય સેવાઓમાં નેશનલ પોર્ટેબિલિટી પણ કરી શકાશે જેનાથી લોકોને સમગ્ર દેશમાં આ યોજનાનો લાભ મળી શકે. 
  • આ યોજનાને જન ધન, આધાર અને મોબાઇલ (JAM) ટ્રિનિટી અને સરકારની અન્ય ડિજિટલ પહેલના રુપમાં લોન્ચ કરાશે. 
  • આ યોજના દ્વારા નાગરિકોની સ્વાસ્થ્ય સંબંધિત જાણકારીઓને સુરક્ષિત અને ખાનગી રખાશે તેમજ તે ઓટીપી દ્વારા સમગ્ર દેશમાં કોઇપણ ડૉક્ટરને દેખાડી શકશે. 
  • આ માટે તેણે પોતાના સ્વાસ્થ્ય સંબંધી રિપોર્ટ્સ અને ફાઇલ્સને સાથે રાખવાની જરુર નહી પડે. 
  • 24 ફેબ્રુઆરી સુધીમાં આ યોજનાના પાઇલટ પ્રોજેક્ટ હેઠળ 17,33,69,087 સ્વાસ્થ્ય એકાઉન્ટ બનાવાઇ ચૂક્યા છે તેમજ તેમાં 10,114 ડોક્ટર્સ અને 17,319 સ્વાસ્થ્ય સુવિધાઓને રજીસ્ટર કરવામાં આવી છે.
Ayushman Bharat Digital Mission

Post a Comment

Previous Post Next Post