ચંદ્રભાન ખયાલને ઉર્દૂ ભાષાનો વર્ષ 2021નો સાહિત્ય અકાઅમી પુરસ્કાર એનાયત કરાયો.

  • આ પુરસ્કાર તેઓને તેમના કવિતા સંગ્રહ 'તાજા હવા કી તાબિશે' માટે અપાયો છે. 
  • સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે 24 ભારતીય ભાષાઓ માટે આ પુરસ્કાર અપાય છે. 
  • ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં હિન્દી ભાષા માટે દયા પ્રકાશ સિન્હા અને અંગ્રેજી ભાષા માટેનો પુરસ્કાર નમિતા ગોખલેને એનાયત કરાયો હતો. 
  • આ સિવાય મૈથિલી ભાષાનો પુરસ્કાર જગદીશ પ્રસાદ મંડલ (ઉપન્યાસ 'પંગુ' માટે), મણિપુરી ભાષાનો પુરસ્કાર ડૉ. થોકચોમ ઇબોહનવી સિંહને (પુસ્તક 'મણિપુરિદા પુંસહી વારિગી સાહિત્ય' માટે) તેમજ ગુજરાતી ભાષાનો પુરસ્કાર યજ્ઞેશ દવેને (કવિતા સંગ્રહ 'ગદ્ય મંજૂષા' માટે) અપાયો હતો. 
  • હાલ આ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે જે પુરસ્કાર 11 માર્ચના રોજ 'સાહિત્યોત્સવ' નામના કાર્યક્રમમાં આપવામાં આવશે. 
  • આ પુરસ્કારમાં તામપ્ત્ર, શાલ અને એક લાખ રુપિયા રોક્ડ આપવામાં આવે છે. 
  • આ પુરસ્કાર સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 1954થી આપવામાં આવે છે. 
  • ગુજરાતી ભાષાનો સૌપ્રથમ સાહિત્ય અકાદમી પુરસ્કાર વર્ષ 2955માં મહાદેવ દેસાઇને 'મહાદેવ ભાઇની ડાયરી' માટે અપાયો હતો. 
  • ગુજરાતી ભાષા માટેના આ પુરસ્કારમાં 1969માં સ્વામી આનંદે, 1983માં સુરેશ જોષીએ તેમજ 2009માં શિરિષ પંચાલે આ પુરસ્કારનો અસ્વીકાર કર્યો હતો.
Sahitya Akademy Award 2021

Post a Comment

Previous Post Next Post