- આ એપ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગિરિરાજસિંહે લોન્ચ કરી છે.
- આ એપનો ઉદેશ્ય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મનરેગા યોજનામાં પારદર્શિતા લાવવાનો છે.
- આ એપમાં મનરેગા સંબંધિત તમામ ફરિયાદોનું લોકપાલ દ્વારા નિવારણ કરવામાં આવશે.
- આ યોજનાનું શરુઆતમાં નામ નરેગા National Rural Employment Guarantee Act 2005 (NREGA) હતું જેનું નામ બદલીને Mahatma Gandhi National Rural Employment Guarantee Act (MGNREGA) કરવામાં આવ્યું છે.
- આ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારોના વયસ્કોને વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ રોજગારની ગેરેન્ટી ઉપલબ્ધ કરાવે છે.