ભારતના ચંદ્રયાન-2ના ઓર્બિટરે સૌર તોફાન અને સૂર્યનો ખળભળાટ રેકોર્ડ કર્યા.

  • ભારતના ચંદ્રયાન-2 મિશનના ઓર્બિટર દ્વારા સૌર જ્વાળાઓના તોફાન અને સૂર્યના પ્રચંડ અવાજને રેકોર્ડ કરાયા છે. 
  • આ અવાજ ઓર્બિટરના લાર્જ એરિયા સોફ્ટ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર દ્વારા રેકોર્ડ કરાયા છે. 
  • સૂર્યની Coronal Mass Ejection (CME) નામની આ પ્રક્રિયામાં તેમાંથી વિદ્યુત ચુંબકીય ક્ષેત્રના તોફાનો સર્જાય છે તેમજ ભયાનક સૌર જ્વાળાઓ પણ નીકળે છે. 
  • આ જ્વાળાઓ પૃથ્વી સુધી આવી જાય છે અને પૃથ્વીના બન્ને ધ્રુવ પ્રદેશોમાં અરોરા લાઇટ્સના સુંદર રંગબેરંગી પટ્ટાઓ સર્જાય છે. 
  • Indian Space Research Organization (ISRO) દ્વારા ચંદ્રયાન-2 જુલાઇ, 2019માં લોન્ચ કરાયું હતું જે ચંદ્રના ઓર્બિટરમાં ઑગષ્ટ, 2019માં પહોંચ્યું હતું. 
  • ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ European Space Agency (ESA) ના સોલાર ઓર્બિટર પ્રોબ દ્વારા પણ સૂર્યના આ પ્રચંડ વિસ્ફોટની તસવીર લેવામાં આવી હતી.
Chandrayaan 2

Post a Comment

Previous Post Next Post