- અમેરિકાની લુઇવિલે યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ દ્વારા 87 વર્ષના એક વ્યક્તિનું બ્રેઇન સ્કેનિંગ કરાયું હતું.
- આ સ્કેનિંગ દ્વારા વિજ્ઞાનોને ખ્યાલ આવ્યો કે મૃત્યુંના 30 સેકન્ડ પહેલા મગજમાં એકસાથે અનેક ચિત્રોનું આલેખન થતું હોય તેવી સ્થિતિ બની હતી.
- આવી સ્થિતિને સામાન્ય ભાષામાં 'ફ્લેશબેક' કહેવાય છે જેમાં વ્યક્તિને પોતાના જીવનની તમામ ઘટનાઓ થોડી જ સેકન્ડમાં દેખાઇ હોય તેવું બની શકે.
- ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઘણા લોકોને Near death (લગભગ મૃત્યું પામવું અને ફરી જીવિત થવું) જેવા અનુભવો થયા છે તેઓએ જણાવ્યું છે કે તેમને પોતાના જીવનની તમામ ઘટનાઓ થોડી જ સેકન્ડમાં દેખાઇ હતી.