રશિયાએ યુક્રેન સાથે યુદ્ધની ઘોંષણા કરી.

  • ઘણા સમયથી ચાલી રહેલ તણાવ બાદ રશિયાએ યુક્રેન પર યુદ્ધની જાહેરાત કરી હુમલો શરુ કરી દીધો છે
  • રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને આ યુદ્ધને 'સ્પેશિયલ મિલિટ્રી ઓપરેશન' ગણાવ્યું છે જેમાં રશિયાની સેના અને એરફોર્સ દ્વારા યુક્રેન પર ચારે તરફથી હુમલા શરુ કર્યા છે.
  • સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ (UNSC) દ્વારા આ બાબતે ચર્ચા કરવા માટે ઇમરજન્સી મીટિંગ બોલાવાઇ છે
  • નાટો સંગઠન તેમજ અમેરિકા દ્વારા યુક્રેનને આ બાબતે કોઇ જ લશ્કરી સહાય ન કરવાનું સ્પષ્ટ જણાવાયું છે
  • ભારત સરકાર દ્વારા આ બાબતે Cabinet Committee on Security (CCS) ની બેઠક બોલાવાઇ છે.
  • યુક્રેનમાં યુદ્ધની જાહેરાત બાદ 'માર્શલ લૉ' લાગૂ કરવામાં આવ્યો છે તેમજ 18 થી 60 વર્ષના પુરુષોને ગમે ત્યારે દેશની સેવા માટે હાજર રહેવાનો આદેશ અપાયો છે
  • આ યુદ્ધ દ્વારા રશિયાએ યુક્રેનના ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર પણ કબજો કરી લીધો છે
  • બન્ને દેશો વચ્ચે લગભગ વર્ષ 2008થી યુક્રેનનું નાટોમાં સભ્ય બનવાની વાતને લઇને તણાવ ચાલી રહ્યો હતો.

યુદ્ધ થવાના કારણો અને ઇતિહાસ

  • વર્ષ 2008માં રોમાનિયાના બુકારેસ્ટ ખાતે થયેલ North Atlantic Treaty Organization (NATO) સમિટમાં યુક્રેન અને જ્યોર્જિયાને સભ્ય બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
  • આ જાહેરાતનો રશિયાએ એટલા માટે વિરોધ કર્યો કે જો આ બન્ને દેશ નાટોમાં સામેલ થાય તો રશિયાની સરહદ સલામત રહે નહી (જો યુક્રેન નાટોમાં સામેલ થાય તો નાટોની સેના યુક્રેન દ્વારા રશિયા સુધી પહોંચી શકે).
  • આ કારણથી રશિયાએ તે સમયે જ્યોર્જિયા પર હુમલો કર્યો જે યુદ્ધ પાંચ દિવસ ચાલ્યું હતું (તે સમયે પણ નાટો સંગઠન દ્વારા જ્યોર્જિયાને કોઇ જ પ્રકારની મદદ કરવામાં આવી ન હતી).
  • ત્યારબાદ યુક્રેને યુરોપિયન યુનિયન (EU) સાથે જોડાવાની શરુઆત કરી ત્યારે પણ રશિયાએ વિરોધ કર્યો અને અંતે રશિયાએ પ્રસ્તાવ મુક્યો કે રશિયા, યુક્રેન અને International Monetary Fund (IMF) બહુપક્ષીય સમજૂતી કરીને EU સાથે જોડાય પણ તે સમજૂતી થઇ ન શકી.
  • આ કારણે યુક્રેનમાં રશિયા વિરુદ્ધમાં નારાજગી ફેલાઇ અને તત્કાલિન રાષ્ટ્રપતિને રશિયાના પિઠ્ઠુ માનીને તેના વિરોધમાં આંદોલન થયા અને અંતે રાષ્ટ્રપતિએ દેશ મુકીને રશિયા ભાગવું પડ્યું.
  • આ તમામ પ્રક્રિયાઓના ભાગ રુપે 23 ફેબ્રુઆરી, 2014ના રોજ યુક્રેનની સંસદમાં રુસી સહિત તમામ અલ્પ સંખ્યક ભાષાઓનો દરજ્જો સમાપ્ત કરવામાં આવ્યો.
  • આ કામગીરીના 4 જ દિવસ બાદ 27 ફેબ્રુઆરી, 2014ના રોજ રશિયાએ ક્રિમિયામાં પ્રવેશ કર્યો અને 6 માર્ચ, 2014ના રોજ ક્રિમિયાની સંસદે ઠરાવ કરીને ક્રિમિયાને રશિયાનો હિસ્સો ગણાવી દીધો!
  • આ દરમિયાન રસિયાનું સમર્થન ધરાવતા લોકોએ યુક્રેનના બે હિસ્સા (ડોનેત્સ્ક અને લુહાન્સ્ક)ઓની સરકારી ઇમારતો પર કબજો કરી પોતાને People's republic કહેવાનું શરુ કર્યું.
  • આ જ લોકોએ મતદાન કરાવી પોતાને સ્વતંત્ર દેશ ઘોષિત કર્યા જેને રશિયાએ પોતાનામાં સમાવિષ્ટ ન કર્યા.
  • હાલમાં જ થોડા દિવસ પહેલા જ રશિયાએ આ બન્ને ક્ષેત્રોને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે.
  • આ બન્ને ક્ષેત્રોમાં યુક્રેનની મુખ્ય ઔદ્યોગિક નગરી હતી જેમાં રશિયન ભાષા બોલનાર લોકો વધું છે.

ભારતની સ્થિતિ

  • ભારતના હજારો નાગરિકો હાલ યુક્રેનમાં છે જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે.
  • આ યુદ્ધની સ્થિતિમાંથી તેઓને ભારત પરત લાવવા તે મોટી સમસ્યા છે કારણ કે યુક્રેન દ્વારા પોતાની એરસ્પેસને તદ્દન બંધ કરવામાં આવી છે.
  • સરકાર દ્વારા યુક્રેનમાં રહેલા ભારતીયોને પોલેન્ડના રસ્તેથી બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
  • ભારતે આ મુદ્દે રશિયાને અહિંસાનો માર્ગ અપનાવવા તેમજ વાતચીત કરીને સમસ્યાનો ઉકેલ લાવવા જણાવ્યું છે.
  • ભારતે UNSC માં પણ આ મુદ્દે મતદાનમાં ભાગ લેવાનું ટાળીને તટસ્થતા દર્શાવવા પ્રયત્ન કર્યો છે.
  • ભારતના આ વલણની રશિયાએ પ્રશંસા કરી કહ્યું છે કે રશિયા પર ગમે તેવા પ્રતિબંધો આવે તો પણ ભારત-રશિયા વચ્ચે થયેલ શસ્ત્રોની ડીલ તેમજ S400 મિસાઇલ્સ સિસ્ટમ ભારતને નિશ્ચિત સમય મુજબ આપવામાં આવશે.
  • આ સિવાય રશિયાએ ભારત પાસેથી એવી અપેક્ષા પણ રાખી છે કે ભારત અને તેના મિત્ર દેશો યુક્રેનના ડોનેત્સ્ક અને લુહાન્સ્કને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપશે.
  • રશિયાના પ્રમુખ દ્વારા ભારતીયોને યુક્રેનથી સ્વદેશ પરત લઇ જવા માટે પણ પુરો સહયોગ આપવાની ખાતરી અપાઇ છે.

આ યુદ્ધની ભારત પર સંભવિત અસર

  • રશિયા અને યુક્રેન યુદ્ધને લીધે ભારતની આયાત-નિકાસ પર અસર થશે.
  • બન્ને દેશોનો પક્ષ લેવામાં પણ ભારતે તટસ્થતા દર્શાવવી જોઇશે કારણકે જો ભારત રશિયાને સમર્થન આપે તો અમેરિકા સાથે તંગદીલી થઇ શકે તેમ છે તેમજ જો યુક્રેન અથવા અમેરિકા તરફેણમાં બોલશે / મતદાન કરશે તો રશિયા સાથે સંબંધ બગડશે.
  • આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલમાં ભાવ વધારો થતા ભારતમાં પેટ્રોલ-ડીઝલમાં પણ રુ. 10 થી 12નો વધારો થવાની સંભાવના છે.

આ યુદ્ધની વિશ્વ પર સંભવિત અસર

  • રશિયા અને યુક્રેનના યુદ્ધની જાહેરાત બાદ તુરંત જ ક્રૂડ વર્ષ 2014 બાદના રેકોર્ડ 105 ડોલરના સ્તર પર પહોંચી ચૂક્યું છે જેની આડકતરી અસર વિશ્વના દરેક દેશોને થશે.
  • સાથોસાથ સોનું, પેલેડિયમ, ચાંદી વગેરેના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે.
  • જો આ યુદ્ધ આગળ વધે અને નાટો સંગઠન, બ્રિટન, અમેરિકા સહિતના દેશો તેમાં ઝંપલાવે તો ત્રીજુ વિશ્વયુદ્ધ થવા સહિતના ગંભીર પરિણામો આવવાની શક્યતાઓ છે.
Russia Ukraine war


Post a Comment

Previous Post Next Post