- આ નીતિ કેન્દ્રના વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પૃથ્વી વિજ્ઞાનના રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્રસિંહ દ્વારા જાહેર કરવામાં આવી છે.
- આ નીતિનું શિર્ષક 'ભારત અને આર્કટિક: સતત વિકાસ માટે ભાગીદારીનું નિર્માણ' એવું રખાયું છે.
- આર્કટિક પરિષદમાં હાલ 13 દેશો પર્યવેક્ષક છે જેમાં ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, નેધરલેન્ડ, ચીન, પોલેન્ડ, ભારત, કોરિયા, સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ અને બ્રિટનનો સમાવેશ થાય છે.
- વર્ષ 2014 અને 2016માં ભારતની પ્રથમ મલ્ટી-સેન્સર મૂરેડ પ્રયોગશાળા આર્કટિક ક્ષેત્રમાં લોન્ચ કરવામાં આવી હતી.
- વર્ષ 2022 સુધીમાં ભારતે આર્કટિકમાં 13 અભિયાનોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.