- આ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન પર નોર્વે છે, ત્યારબાદ ક્રમાનુસાર ન્યૂઝીલેન્ડ, ફિનલેન્ડ, સ્વીડન અને આઇસલેન્ડનો સમાવેશ થાય છે.
- આ યાદીમાં સૌથી નીચે ઉલટા ક્રમાનુસાર અફઘાનિસ્તાન, મ્યાનમાર, ઉત્તર કોરિયા, કોંગો અને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકને મુકાયું છે.
- આ યાદીમાં ભારતને 6.91 સ્કોર સાથે 46મું સ્થાન અપાયું છે.
- અમેરિકા આ યાદીમાં 26માં સ્થાન પર તેમજ પાકિસ્તાન 104માં સ્થાન પર છે.
- ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ દ્વારા આ રિપોર્ટ માટે કુલ 60 બાબતોને ધ્યાને લેવામાં આવી છે જે કુલ 5 કેટેગરી ચુંટણી પ્રક્રિયા, સરકારની કામગીરી, રાજનીતિક ભાગીદારી, રાજનીતિક સંસ્કૃતિ અને નાગરિક સ્વતંત્રતાઓનો સમાવેશ થાય છે.
- આ ઇન્ડેક્સમાં દરેક દેશને શૂન્ય થી 10 અંકમાંથી સ્કોર અપાયો છે.