- આ સ્થગન રાજ્યપાલ જગદીપ ધનખડ દ્વારા પશ્ચિમ બંગાળ સરકારની ભલામણના આધારે કરાયું છે.
- ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ પાસે બંધારણના અનુચ્છેદ 174 મુજબ રાજ્યની વિધાનસભાના ગૃહની અથવા દરેક ગૃહની બેઠક, પોતાને યોગ્ય લાગે તે સમયે અને તે સ્થળે ગમે ત્યારે બોલાવી શકશે પરંતુ એક સત્રની છેલ્લી બેઠક અને ત્યાર પછીના સત્રની પહેલી બેઠક માટે નક્કી કરેલ તારીખો વચ્ચે 6 મહિના કરતા વધુ સમયગાળો ન હોવો જોઇએ.
- આ જ અનુચ્છેદની પેટા કલમ 'ક' મુજબ રાજ્યપાલ પાસે અધિકાર છે કે તે રાજ્ય વિધાનસભાની ગૃહ અથવા બેમાંથી કોઇપણ ગૃહની સત્ર સમાપ્તિ કરી શકશે (જેના મુજબ જ પશ્ચિમ બંગાળ વિધાનસભાનું સત્ર સ્થગિત કરાયું છે).
- અનુચ્છેદ 174ની પેટા કલમ 'ખ' રાજ્યપાલને વિધાનસભાનું વિસર્જન કરવાની શક્તિ આપે છે.